સાપુતારામાં દિવાળી વેકેશનને લઈને પ્રવાસીઓના ઘસારાથી સ્થાનિક રોજગારને વેગ મળ્યો
Ahwa, The Dangs | Oct 23, 2025 ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન ગણાતું સાપુતારા આ વેકેશનમાં પ્રવાસીઓની પ્રથમ પસંદગી બન્યું છે. અહીંની તમામ 25 હોટલ અને 70 જેટલી રેસ્ટોરન્ટ્સ સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે.