આજે સોમવારે બપોરે 1 વાગ્યાની આસપાસ એસીપી કૃણાલ દેસાઈએ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે મારામારી કેસમાં સામ સામે ફરિયાદ નોંધી 7 આરોપીઓની અટકાયત કરી છે.મોન્ટુ અને તેના મિત્રો દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી.જ્યારે સામા પક્ષે દુકાન માલિક તેના મિત્ર અને પત્ની પણ ઝઘડાને કારણે બહાર આવી ગયા હતા.બંને પક્ષો દ્વારા ઝઘડો કરવામાં આવતા સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી.મોન્ટુ સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં ગુનો નોંધાયો છે.