બાવળા: ધોળકા નગરમાં RSS નું શિસ્ત બધ્ધ પથ સંચલન યોજાયું
ધોળકા નગરમાં વિજ્યા દશમીની ઉજવણીના ભાગરૂપે આજરોજ તા. 04/10/2025, શનિવારે સાંજે 5 વાગે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કુબેરજીના મંદિર પાસે આવેલી વ્યાયામ શાળાથી પથ સંચલનનો પ્રારંભ થયો હતો. RSS ના સ્વયં સેવકો દ્વારા શિસ્ત બધ્ધ પથ સંચલન કરવામાં આવેલ. ઠેર ઠેર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. બજાર થઈ પટેલવાડી ખાતે પુર્ણાહુતી થઈ હતી..