ધનસુરા: શીકામાં પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિતે ચાલતા સેવા પખવાડિયાના ભાગરૂપે સર્વરોગ નિદાન કેમ્પ મંત્રીશ્રીના અઘ્યક્ષસ્થાને યોજાયો
ધનસુરા તાલુકાના શીકા ગામે PHC સેન્ટર ખાતે આજ રોજ મંત્રીશ્રી ના અધ્યક્ષ સ્થાને સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર,સંગઠન પ્રમુખ કૌશિકભાઇ પટેલ મહામંત્રી ઓમપ્રકાશભાઇ , તાલુકા પંચાયત ના પ્રમુખ હસમુખભાઇ પટેલ,વિપુલભાઈ અને સામાજિક આગેવાનો , તાલુકા આરોગ અધિકારી અને સ્ટાફ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ શીકા ખાતે યોજાયો હતો .જેમાં મોટી સંખ્યામાં ગામના લોકોએ કેમ્પ નો લાભ લીધો હતો