આજે તારીખ 14/01/2026 બુધવારના રોજ સાંજે 6.30 કલાક સુધીમાં અપીલ કરાઈ. લીમડી ખાતે કરુણા અભિયાન અંતર્ગત અંશુલ અલ્કેશ વૈરાગી દ્વારા નાગરિકોને નમ્ર વિનંતી કરવામાં આવી હતી. ઉત્તરાયણ પર્વ પૂર્ણ થયા બાદ પણ અનેક વિસ્તારોમાં રસ્તા, છાપરા, વૃક્ષો તથા વીજ તાર પર પતંગની દોરી ફસાઈ રહેતી હોવાના કારણે પક્ષીઓ માટે ગંભીર જોખમ ઊભું થાય છે.આ દોરીઓને સમયસર અને યોગ્ય રીતે દૂર કરવામાં આવે તો અનેક પક્ષીઓના જીવ બચી શકે તેમ હોવાનું જણાવવામાં આવ્યું હતું.