સમગ્ર રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકા માં પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી વિદ્યાર્થીઓને તિલક અને મીઠું મોં કરાવી આપી પરીક્ષામાં સારો દેખાવ કરવા શુભેચ્છાઓ પાઠવી હતી