દાહોદ: દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરના નિવાસસ્થાને અને સાંસદની ઉપસ્થિતિમાં દાસા ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો
Dohad, Dahod | Oct 22, 2025 દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના દાસા ગામે સમાજ ઘર ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોરના નિવાસસ્થાને નૂતન વર્ષના દિવસને સ્નેહમિલન સમારોહ યોજાયો. સ્નેહ મિલન સમારોહમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, લીમખેડા ના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર અને તેમના પરિવારને મળવા માટે વહેલી સવારથી જ સમાજ ઘર ખાતે લાંબી લાંબી કતારો જોવા મળી હતી. સ્નેહ મિલન સમારોહમાં સાંસદ જશવંતસિંહ ભાભોર અને તેમના પરિવાર દ્વારા લોકોને નૂતન વર્ષના અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.