નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં SIR પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેટલાક મતદારોના નામ યાદીમાં ન હોવાનું ધ્યાને આવતા હવે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત કલેક્ટર કચેરી નડિયાદ અને વિધાનસભા કક્ષાએ પ્રાંત કચેરી ખાતે ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જેમાં મતદારયાદીમાં પોતાનો પુરાવા રજૂ કરી મતદારો નામ નોંધાવી શકશે આ સાથે 27 અને 28 ડિસેમ્બર તેમજ 3 અને 4 જાન્યુઆરીએ પણ તમામ મતદાન મથક પર BLO ઉપસ્થિત રહેશે.