માલપુર: માલપુર બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અનોખી સેવા નું માનવતા નું જીવંત ઉદાહરણ જોવા મળ્યું.
માલપુર બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા બાયડ બસ સ્ટેશન પર માનવતાનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું,જ્યાં એ એક દિવ્યાંગ ભાઈ પાસેથી તમામ ઠંડા પીણાનો માલ ખરીદી તરત જ બાળકો અને વૃદ્ધોને મફતમાં વહેંચી આપ્યો હતો,સાથે જ સમાજને સંદેશ આપ્યો કે સાચી સેવા એ છે કે ગરીબ,મધ્યમ વર્ગના તેમજ ખાસ કરીને દિવ્યાંગ લોકો પાસેથી ખરીદી કરીને તેમને આત્મનિર્ભર બનવામાં સહાય કરીએ.