હિંમતનગર તાલુકાના કાંકણોલ સ્થિત પુરાણા હનુમાન મંદિર, ગૌશાળા અને મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે આગામી તા.9 થી 15 ડિસેમ્બર દરમિયાન શ્રીમદ્દ ભાગવત કથા સપ્તાહનું આયોજન કરાયું છે.ત્યારે કાંકણોલ ગામમાં ભાગવત સપ્તાહની તડામાર તૈયારીઓ ભકતો દ્વારા શરૂ કરાઇ છે.શનિવારે સંતો-મહંતોની ઉપસ્થિતમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ધ્વજા રોહણ કાર્યક્રમ સંપન્ન થયો હતો.આ અંગે મળતી માહિતી અનુસાર કાંકણોલ ગામના ગ્રામજનોના સહયોગથી પુરાણા હનુમાન મંદિર દ્વારા ગૌશાળા, મૂર્તિ પ્રતિષ્ઠા સાથ