ગોધરા તાલુકાના અંબાલી ગામે આવેલા શિક્ષણ ભવન ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું, જેમાં પંચમહાલ જિલ્લાના બાળ વૈજ્ઞાનિકોની પ્રતિભા ઉજાગર થઈ હતી. GCERT ગાંધીનગર, DIET પંચમહાલ અને જિલ્લા શિક્ષણ સમિતિના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ પ્રદર્શનમાં “વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM” વિષય રાખવામાં આવ્યો હતો. રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમારની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લામાંથી 7 તાલુકાની 35 શાળાના વિદ્યાર્થીઓએ ઊર્જા બચત