ચલથાણ ગામમાં ખેલેગા ચલથાણ જીતેગા ચલથાણના એક સ્લોગન સાથે MD's CPL-4 ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ ગામના સરપંચ મહેન્દ્રભાઇ દેસાઈ અને ઉપસરપંચ ભોળાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ હતી. જે મેચમાં આજે શનિવારે ફાઈનલ મેચ સિધ્ધાર્થ બુલ્સ અને પ્રિશા એઝિલ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં 7 વિકેટે પ્રિશા એઝિલ ઇલેવનની જીત થઈ હતી. વિજેતા ટીમને મહાનુભાવોના હસ્તે રૂપિયા 31 હજાર ચેમ્પિયન ટીમને અને રૂપિયા 15 હજાર રનર્સ અપ ટીમને આપ્યા