આજે તારીખ 19/12/2025 શુક્રવારના રોજ મળતી માહિતી મુજબ પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે વિદેશી દારૃ જપ્ત કર્યો. દેવગઢ બારીયા અને સાગટાળા પોલીસ દ્વારા રહેણાંક મકાનમાંથી અને રાહદારી પાસેથી હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો. જેમાં પોલીસે કુલ 6,992 રૂપિયાના દારૂ 1 આરોપીની અટકાયત કરી કુલ 4 ઇસમો વિરુદ્ધ સાંજે 5.05 કલાકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.