ભુજ: સંજય નગરીમાં યુવાન પર છરીથી હુમલો કરાયો
Bhuj, Kutch | Oct 26, 2025 ભુજની સંજય નગરીમાં રહેતા યુવાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. તેથી તેને ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કરણ દિનેશભાઈ ગોસ્વામી તા.૨૪નાં સંજય નગરીમાં પોતાના ઘરે હતો. આ દરમ્યાન રાહુલ પરમારે ઘરે આવીને હાથના ભાગે છરીથી હુમલો કર્યો હતો. તેથી તેને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો