ગંગાજળિયા પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર, ગંગાજળિયા પોલીસ મથકની ટીમ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે જૂના બંદર રોડ પર રેડ કરતા રાકેશ નામના શખ્સ પાસેથી બીયરનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે પોલીસે બિયરના જથ્થા સાથે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.