બંધ ઘરોની બહાર પડેલા ન્યૂઝ પેપરો જોઈ ઘરફોડ ચોરી કરતી ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે.ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજીયા એ જણાવ્યું કે,સુરત,વડોદરા સહિત અલગ અલગ મેટ્રો શહેરોમાં ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.જે આરોપીઓની પૂછપરછ માં સુરતના અમરોલી સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુના ઉકેલાઈ ગયા છે.વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.