અંબાજીમાં પાણી ના પ્રશ્ને મહિલાઓનો પંચાયત માં હોબાળો અંબાજીમાં કેટલાક વિસ્તારોમાં પાણીની તંગી જોવા મળી રહી છે માન સરોવરની પાછળ બ્રહ્મપુરીવાસની મહિલાઓએ આજે ગ્રામ પંચાયતમાં પાણીની વ્યવસ્થા માટે ભેગા થઈ ગ્રામ પંચાયતમાં સરપંચ આગળ પાણી નિયમિત આપવા માટે ધારદાર રજૂઆત કરી હતી વોર્ડના સભ્ય પણ તે સમયે ત્યાં હાજર હતા સરપંચે તેમની રજૂઆતો સાંભળી યોગ્ય વ્યવસ્થા કરવા ખાતરી આપી હતી અને અઠવાડિયામાં પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે ખાતરી આપી હતી