ચુડા: ચુડા ના જોબાળા ગામે રૂ 11 હજારના દેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ચુડા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ચુડા તાલુકા ના જોબાળા ગામે રહેણાંક વિસ્તારમાં મકાનમાં પ્રવિણ દેવશીભાઇ રૂદાતલા તેના ઘરની પાસે જ દેશી દારૂનો વેપલા કરતો હોવાની વાત ની ધમધમાટ સાથે અંગત બાતમી મળતા ચુડા પોલીસે દરોડો પાડ્યો હતો અને અંદાજે રૂપિયા 11 હજારના દેશી દારૂ નો જથ્થા સાથે પ્રવિણ ને ઝડપી પાડ્યો હતો. દારૂનો જથ્થો કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.