કાલોલના મેદાપુર નમરા ફળિયાના નાગરિકોની વર્ષોની માગની બાદ ત્યાં પાકો રોડ રસ્તો સરકાર દ્વારા બનાવી આપવામાં આવ્યો છે.જે રોડ ઉપરથી ગેરકાયદે માટી ખોદકામ કરી બેફામ નિકળતા હાઈવાના કારણે રોડ પરનુ નાળું તેમજ રસ્તો પણ તૂટી ગયો છે.જે રોડ વધુ ના તૂટે તેના કારણે ત્યાંના લોકોએ શુક્રવારે સાંજે પાંચ કલાકે માટી ભરેલા હાઈવા રોકી રોડ ઉપરથી ન નીકળવા માટેની રજૂઆત કરી હતી અને જો સ્થાનિક વહીવટી તંત્ર નહીં સાંભળે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.