વાવ: મંડાલી ગામે રહેતા 200 પરિવારો સરકારી સુવિધાઓથી વંચિત
મંડાલીમાં 200 પરિવારો ઉપરાંતની વસાહત હોવા છતાં કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ સરકારો દ્વારા કરવામાં આવી નથી.લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.જ્યારે ગામમાં પ્રાથમિક શાળા,રસ્તા પાણી બસની પ્રાથમિક સુવિધાઓ મળતી નથી.આ પરિવારોની જમીન રાજસ્થાનમાં અને ઘર ગુજરાતનો હોવાથી 46 વર્ષથી ઘર પણ પોતાના નામે થતા નથી જેના કારણે તેઓ કોઈપણ પ્રકારની સરકારી યોજનાઓનો લાભ લઈ શકતા નથી. જેને લઇ હાલમાં અહીં વસવાટ કરતા પરિવારો ભારે હલાકીનો સામનો કરી રહ્યા છે.