બાતમીના આધારે પોલીસએ સ્થળ પર દરોડો પાડી નાયલોન યાર્નના કુલ 26 બોક્સ (કિંમત ₹1,53,110) તથા 3 મોબાઇલ ફોન (કિંમત અંદાજે ₹20,000) મળી કુલ ₹1,73,110નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન મજીદ જાફર બિસ્તી, અનીષકુમાર રામનાથ સિંહ અને ઉસ્માન ઉર્ફે ચિંગારી દુલારે ખાનને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.