સાવરકુંડલા: સરકાર મજૂર અને ST,SC અને OBC વર્ગોના હિતમાં વિચાર કરે — સાવરકુંડલાના સામાજિક આગેવાનનો અનુરોધ
સાવરકુંડલાના જાણીતા સામાજિક કાર્યકર જગદીશભાઈ ઠાકોરએ રાજ્ય સરકારને અનુરોધ કર્યો છે કે તેઓ માત્ર એક વર્ગ સુધી મર્યાદિત ન રહી, મજૂર, એસ.સી., એસ.ટી. અને ઓબીસી જેવા પછાત વર્ગોના હિતને ધ્યાનમાં રાખી યોજનાઓ બનાવે. તેમનું કહેવું છે કે આ વર્ગો સમાજની રીડ છે અને તેમની સમસ્યાઓના સ્થાયી ઉકેલ માટે સરકારને વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.