બોટાદમાં ટ્રાફિક સમસ્યાને લઈને રૂટ ડાયવર્ઝનને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Botad City, Botad | Sep 15, 2025
બોટાદ શહેરમાં ટ્રાફીક સમસ્યાને મહદ અંશે નિવારવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વાહનોને પસાર થવાનો હુકમ ફરમાવ્યો છે. જેમાં પાળીયાદ તરફ જતાં વાહનોને ફક્ત સાળંગપુર ત્રણ રસ્તાથી ગોંડલ પાનપેલેસથી મસ્તરામ મંદિર-સતવારા બોર્ડીંગ થઇ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલપંપ સામેથી પાળીયાદ રોડ ઉપર પ્રવેશ કરવાનો રહેશે. હવેલી ચોકથી દિનદયાળ ચોક અને હિરા બજારમાં ફક્ત એકબાજુ દ્વિ-ચક્રી વાહનો પાર્ક કરવા એટલે કે, એકી તારીખે જમણી બાજુ તથા બેકી તારીખે ડાબી બાજુ વાહન