જૂનાગઢ તાલુકાના ચોકલી ગામે ગૌશાળાના લાભાર્થે સમસ્ત ગ્રામજનોના સહયોગથી શ્રીમદ્દ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કથામાં અંકલેશ્વર, ભરૂચ, મુંબઈ તેમજ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા. ગામમાં ગૌશાળાના વિકાસ માટે ટૂંક સમયમાં પાર્ટી પ્લોટનું નિર્માણ થનાર છે તેમજ ગામના સર્વાંગી વિકાસ માટે અન્ય સામાજિક પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવશે.