વડાલી: વડગામડા ગામે વિકાસ સપ્તાહ 2025 ની ઉજવણી કરવામાં આવી.
વડાલી તાલુકાના વડગામડા ગ્રામ પંચાયત ખાતે આજે રાત્રી ના 8 વાગે વિકાસ સપ્તાહ -૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો. વિકાસ રથ પહોંચતા જ ગ્રામજનો દ્વારા 'વિકાસ રથ'ને હોંશભેર આવકારવામાં આવ્યો હતો.વડગામડા ખાતે આયોજિત કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રી સહિત વિવિધ મહાનુભાવો, સંબધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.સરકાર ની વિવિધ યોજના ના લાભાર્થીઓ ને કીટ વિતરણ કરાયું હતું.