વડોદરા પશ્ચિમ: વરસાદી ગટરની કામગીરીમાં પાણીની લાઈન તૂટતા રહીશો વિફર્યા
વડોદરામાં દાલીયાવાડી ખાતે વરસાદી ગટરની કામગીરીમાં પાણીની લાઈન તૂટી જવાથી પાણી વગર ટળવળતા રહીશો વિફરતા કોન્ટ્રાક્ટરની બેદરકારી જણાવી કામગીરી અટકાવી શ્રમિકોનો સામાન ઝૂંટવી લેતા તંત્રમાં દોડધામ મચી હતી.