મૂળ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ખાખરીયા ગામની અને હાલ નડિયાદમાં રહીને સ્પોર્ટ કોમ્પ્લેક્સ માં તાલીમ મેળવી રહેલી માનસી વસાવા તાજેતરમાં દુબઈમાં યોજાયેલી એશિયન યુથ પેરા ગેમ્સમાં ભાગ લીધો હતો જેમાં અન્ય દેશોના ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો ત્યારે માનસી વસાવાએ 24 મીટર દૂર ભાલો ફેંકીને અન્ય આઠ દેશોના ખેલાડીઓને પછાડી સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.