કમોસમી માવઠાના કારણે નવી સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ફીવરના કેસોમાં વધારો,પ્રતિદિવસ 150 કેસ
Majura, Surat | Nov 3, 2025 સુરત સહિત જિલ્લામાં પડેલા કમોસમી માવઠાના કારણે શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે.જેના કારણે રોગચાળો વકર્યો છે.શરદી,ખાંસી,તાવ સહિતના કેસો વધુ નોંધાઈ રહ્યા છે.એક રીતે પ્રતિ દિવસ નવી સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ફીવરના 150 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.હોસ્પિટલમાં આવતા દર્દીઓને યોગ્ય સારવાર આપી સાવચેતી અને તકેદારીના પગલાં ભરવા અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.