ટંકારા: ટંકારાના મીતાણા ગામ પાસે હાઈવે રોડ ઉપર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા યુવકનું મોત
Tankara, Morbi | Sep 19, 2025 રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર ટંકારાના મીતાણા ગામે મેલડી માતાજીના મંદિર નજીક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઈડર ટપી સામેની સાઈડ બીજી કાર સાથે અથડાઈ અકસ્માત સર્જાયો હતો જેમાં યુવકનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના ભાઈએ આરોપી કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.