મુળી: મૂળી પંથકમાં પ્રોહિબિશન ડ્રાઇવ યોજી ત્રણ શખ્સો વિરુધ ગુન્હો નોંધાયો
મૂળી પંથકમાં સ્થાનિક પોલીસે પ્રોહીબિશન ડ્રાઇવ યોજી હતી જેમાં મૂળી શાકમાર્કેટ નજીકથી યશપાલસિહ અર્જુનસિંહ પરમાર, ગોદાવરી ગામે રહેણાક ઝૂંપડામાંથી બે લિટર દેશી દારૂ કિંમત 400 રૂપિયાનો જપ્ત કરી નારાયણ ભારાભાઈ જાદવ તથા પાંડવરા ગામેથી ત્રણ લિટર દેશી દારૂ કિંમત 600 રૂપિયા સાથે ઘનશ્યામભાઈ ભીખાભાઈ પગી વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી