નડિયાદમાં ઉદ્યોગ નગર કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા સનાતન ક્રિકેટ ઉત્સવનો પ્રારંભ. ભવ્ય સ્વદેશી યાત્રા સાથે ભારતીય સંસ્કૃતિનો સંદેશ પ્રસરાવાયો.ક્રિકેટ ઉત્સવની ઓપનિંગ સેરીમનીમાં ૧૨૧ લોકોએ સ્વદેશી યાત્રામાં જોડાઈને ‘વોકલ ફોર લોકલ’ અને ભારતીય જીવન પદ્ધતિ અપનાવવા આહ્વાન કર્યું.નડિયાદમાં કમળા રોડ પર આવેલા ઉદ્યોગ નગર કડવા પાટીદાર સનાતન સમાજના ગ્રાઉન્ડ પર આજથી સનાતન ક્રિકેટ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.