ભેસાણ: સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેંસાણ ખાતે સર્વરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ યોજાયો
સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેંસાણ ખાતે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો.ભેંસાણ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ૨૯૦૦ થી વધુ લોકોએ આરોગ્ય વિષયક સેવાનો લાભ લીધો હતો.રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને પોષણમાહ ૨૦૨૫ અંતર્ગત સ્વસ્થ નારી સશક્ત પરિવારના ઉદ્દેશ સાથે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેંસાણ ખાતે સ્ત્રી,બાળ, જરા ચિકિત્સા અને સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કેમ્પમાં ભેંસાણ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ લાભ લીધો હતો