ગુજરાતના દરિયાકાંઠાના અને નીચાણવાળા ઘેડ વિસ્તારમાં વિકાસ માટે ફેબ્રુઆરી 2025ના બજેટમાં રાજ્ય સરકારે ₹1500 કરોડની જોગવાઈ કરી હતી.ત્યારબાદ વધારાના ₹300 કરોડ સાથે કુલ ₹1800 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું.પાણી ભરાવાની સમસ્યા, જમીનની વધતી ખારાશ અને ખેતીને બચાવવાના દાવાઓ થયા…પરંતુ એક વર્ષ પૂરું થવા આવ્યું હોવા છતાં હકીકતમાં કોઈ નક્કર કામગીરી શરૂ ન થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.