હળવદ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપી સુરેશ જેસીંગભાઈ સુરેલા (રહે. હ ગોલાસણ) સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આરોપી સામે વારંવાર દારૂ સંબંધિત ગુનાઓ નોંધાતા હળવદ પોલીસ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હોય, જેના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરન્ટ ઇશ્યૂ કરવામાં આવતાં પોલીસ દ્વારા આરોપીને પાસા તળે જેલ હવાલે કરાયો છે.