સાયલા: સાયલાના જંગલમાં ગેરકાયદે ખનન: ત્રણ શખ્સો પાસેથી રૂ.15.05 લાખનો દંડ વસૂલાયો, અને બે કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
સાયલાના નવાજસાપર સીમમાં જાદરાબાપાની જગ્યા નજીક આવેલી વન વિભાગની 50 હેક્ટર જમીનમાં ગેરકાયદે ખનન પકડાયું છે. વન વિભાગને મળેલી બાતમીના આધારે કર્મચારીઓએ દરોડો પાડ્યો હતો. જે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે ખનીજ વિભાગ દ્વારા ત્રણે શખ્સો પાસેથી ગેરકાયદેસર સરકારી જમીન ઉપર ખનન કરવા બાબત રૂપિયા 15.05 લાખ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે અને બે કરોડ ની કિંમત નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે