સુઈગામ: સુઈગામ વિસ્તારમાં વૃક્ષ નિકંદનની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે
સુઈગામ વિસ્તારમાં આડેધર વૃક્ષ નિકદનની પ્રવૃતિઓ ધમધમી રહી છે.જવાબદાર વન વિભાગ કુંભકરણની નીંદરમાં હોય તેવું લાગી રહ્યું છે. એક બાજુ દર વર્ષે લાખો વૃક્ષોનું વાવેતર સરકાર દ્વારા કરે છે.અને કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.અને બીજી બાજુ આડેધડ કપાતા વૃક્ષોની ખુલ્લેઆમ હેરાફેરી થઈ રહી છે.જેને લઈને વૃક્ષ પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે જવાબદાર તંત્ર દ્વારા વૃક્ષ નિકંદન કરતા લોકોને અટકાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.