ઉધના: સુરત: ટ્રાફિક, ખાડા અને મેટ્રોના કારણે BRTS/સિટી બસના મુસાફરોમાં દરોજ 50 હજારનો મોટો ઘટાડો
Udhna, Surat | Oct 29, 2025 સુરત શહેરની જનતા માટે જાહેર પરિવહનનો મુખ્ય સ્ત્રોત ગણાતી સુરત મનપા સંચાલિત BRTS અને સિટી બસ સેવા મુશ્કેલીમાં મુકાઈ છે. શહેરના માર્ગો પર વકરી રહેલા ટ્રાફિક,ઠેર-ઠેર ખાડા અને મેટ્રોની ચાલી રહેલી કામગીરીના કારણે બસના મુસાફરોની સંખ્યામાં એક દિવસમાં ૫૦ હજાર જેટલો મોટો ઘટાડો નોંધાયો છે, જેની સીધી અસર SMCની BRTS સેવા પર પડી છે.ટ્રાફિકની સમસ્યા એટલી ગંભીર બની છે કે, BRTS અને સિટી બસ નિર્ધારિત સમય કરતાં ૩૦ થી ૪૦ મિનિટ જેટલી મોડી સ્ટેશનો પર પહોંચી રહી છે.