વડોદરા પૂર્વ: જાહેરમાં મારામારી કરનારાઓ પૈકી એક ની પોલીસે ધરપકડ કરી
વડોદરાના ન્યુ માંજલપુર રોડ પર ઓમ સ્કુલની પાસે કેટલાક લોકો જાહેરમાં અંદરો અંદર ગાળો બોલી જપાજપી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે વિડીયો માંજલપુર પોલીસના ધ્યાને આવતા તપાસ શરૂ કરવામાં આવી હતી. વીડિયોમાં દેખાતા લોકો પૈકી રવિ શ્રીમંતભાઈ મળદે (રહે ઇન્દીરાનગર, વડસર બ્રિજ પાસે, માંજલપુર) ની ઓળખ થતા પોલીસે ગુનો દાખલ કરી તેની અટકાયત કરી અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે.