રાજકોટ પૂર્વ: રાજકોટના સરપદળ ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન, ખેતરોમાં પાણી ભરાયા
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રે ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના આ બીજા રાઉન્ડથી ખાસ કરીને ખેડૂતો ચિંતિત બન્યા છે, કારણ કે આ વરસાદ શિયાળુ પાક અને લણણી માટે તૈયાર પાકને નુકસાન પહોંચાડી શકે છે.રાજકોટના સરપદળ ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેતરોની સ્થિતિના વીડિયો સામે આવ્યા છે, જેમાં ખેતરોમાં પાણી ભરાયા હોવાનું અને પાકને નુકસાન થયું હોવાનું દ્રશ્યોમાં જોવા મળે છે.