અંબિકા તાલુકાના વસરાઈ અને પુના વચ્ચે ના ગાંઠ જંગલ વિસ્તાર વચ્ચેનો એરિયો દીપડાઓનો ગઠ બની ચુક્યો છે ત્યારે અંબિકા તાલુકાના વસરાઈ ગામે છેલ્લા કેટલાક દિવસથી દીપડા ના આંટા ફેરાથી સ્થાનિકો તેમજ ખેડૂતોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો ત્યારે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવામાં આવ્યું હતું જેમાં ખુંખાર દીપડો પાંજરે કેદ થઈ જવા પામ્યો હતો.વન વિભાગે કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.