ગોડાદરા ની સરકારી શાળામાં નોનવેજ પાર્ટીનો મામલો,સમિતિના અધ્યક્ષે શાળાના આચાર્યને કર્યા સસ્પેન્ડ
Majura, Surat | Oct 13, 2025 ગોડાદરા ની સરકારી શાળામાં શનિ અને રવિવારે ગેટ ટુ ગેધર દરમ્યાન યોજાયેલ નોનવેજ પાર્ટીને લઈ ભારે વિવાદ થયો હતો.શાળાના આચાર્ય દ્વારા પૂર્વ વિધાર્થીઓનો આ ગેટ ટુ ગેધર રાખવામાં આવ્યો હતો.જેમાં આ નોનવેજ પાર્ટી કરવામાં આવી હતી.જે વિવાદ બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી.જ્યાં સોમવારે સવારે અગિયાર કલાકે આચાર્ય ને સસ્પેન્ડ કરતો ઓર્ડર કરવામાં આવ્યો હતો.