જૂનાગઢ: જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 13 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી
જુનાગઢ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 13 પીઆઈની બદલીના ઓર્ડર નીકળ્યા છે જિલ્લા પોલીસ વડા દ્વારા આ બદલીના આદેશ કરાયા છે. એ ડિવિઝન , બી ડિવિઝન, સી ડિવિઝન, વંથલી, મહિલા યુનિટ, ભવનાથ , મહિલા પોલીસ સ્ટેશન, ટ્રાફિક પોલીસ સ્ટેશન અને લીવ રિઝર્વમાં રહેલા પીઆઇઓની બદલી કરવામાં આવી છે.