વડોદરા પૂર્વ: વડોદરાના ઈશિતાબેનના ડેકોરેટિવ આઇટમની ઓસ્ટ્રેલિયા અને કેનેડા સુધી માંગ
ઈશિતાબેન પરમારે છ વર્ષ પહેલા પોતાનો બિઝનેસ પાંચ પ્લેટથી શરૂ કર્યો હતો અને હવે દર મહિને 5,000 થી 10,000 પ્લેટ સુધી પહોંચે છે. તેમના પરિવારના સમર્થનથી તેઓ સારી કમાણી સાથે આ વ્યવસાય ચાલવી રહ્યા છે. ખાસ કરીને તહેવારોની સિઝનમાં તે વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોની જરૂરિયાતમંદ મહિલાઓને પોતાના પગ પર ઊભા રહેવા અને તેમના પરિવારને ટેકો આપવા માટે પણ સશક્ત બનાવે છે.