વડોદરા પશ્ચિમ: જામીન બાદ ચૈતર વસાવા જેલમાંથી મુક્ત, AAP નેતા અને સમર્થકોએ ઢોલ-નગારા સાથે કર્યું સ્વાગત
ચૈતર વસાવને હાઇકોર્ટે જામીન આપ્યા બાદ બુધવારે વડોદરાની મધ્યસ્થ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ દરમિયાન એક અનોખું દ્રશ્ય જેલ પરિસરની બહાર જોવા મળ્યું હતું. જેમાં ચૈતર વસાવાનું પરિવાર, સમર્થકો અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કરવા આવ્યા હતા. લોકોએ વાજતે-ગાજતે વસાવાનું સ્વાગત કર્યું અને નાચતા-કૂદતા તેમને અભિનંદન પાઠવ્યા હતા.