મોરવા હડફના કડાદરા મુકામે સમસ્ત કડાદરા ગ્રામજનો દ્વારા તા.21.ડીસેમ્બર રવિવારના રોજ રાત્રે શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહી ભક્તિભાવથી પરિપૂર્ણ આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કર્યો હતો અને આ અવસરે વ્યાસપીઠના દર્શન કરી કથા શ્રવણ કર્યું હતું આ પ્રસંગે ગામના વડીલો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જેની માહિતી તા.21 ડિસેમ્બર રવિવારના રોજ રાત્રે 9 કલાકે સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થઈ હતી