પારડી: પરીયા બરવાડી ફળિયામાં દીપડાનો હુમલો, શ્વાનને પકડી લેવાતા દહેશતનો માહોલ
Pardi, Valsad | Oct 8, 2025 પારડી તાલુકાના પરિયા બરવાડી ફળિયામાં ગઈ રાત્રે દીપડાએ શ્વાન પર હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. માહિતી મુજબ, સ્થાનિક રહેવાસી પ્રિતેશ ઉર્ફે પપ્પુ કિષનુંભાઈ પટેલના ઘરે પાલેલ શ્વાનને રાત્રે આશરે ત્રણ વાગ્યાના સમયે દીપડાએ શિકાર બનાવવા હુમલો કર્યો હતો.