ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજિત ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2025 હેઠળ જુનાગઢ જિલ્લામાં મતદારયાદીને સંપૂર્ણપણે શુદ્ધ કરવાની કામગીરી તેના અંતિમ ચરણમાં પહોંચી ચૂકી છે. જિલ્લા વહીવટી તંત્રની સઘન મહેનત અને વ્યવસ્થિત આયોજનના પરિણામે જિલ્લામાં એકંદરે 99.91% જેટલી નોંધપાત્ર પ્રગતિ નોંધાય છે. જિલ્લામાં કુલ 13,00,344 મતદારો પૈકી 11,47,350 મતદારોના ગણતરી ફોર્મ ડિજિટાઇઝેશન થઈ ચૂક્યા છે. હવે માત્ર 1,0 22 મતદારોના ગણતરી ફોર્મની કામગીરી જ બાકી છે.