વાંસદા સામાજિક વનીકરણ રેન્જ દ્વારા રાણીફળીયા ગામે ખેડૂતો માટે માહિતીસભર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિર દરમિયાન ખેડૂતોને વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ, ફળદ્રુપ જમીન જાળવણી અને કુદરતી સંસાધનોના સદુપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અધિકારીઓએ ખેડૂતોને વિવિધ સરકારની વન અને કૃષિ સંબંધિત યોજનાઓ વિશે પણ માહિતી આપી તથા વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણને સમૃદ્ધ બનાવવાની અપીલ કરી.