રાજકોટ પૂર્વ: કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા વિવિધ મુદ્દાઓ લઈ પ્રેસ કોન્ફરન્સ
કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા વિવિધ મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપવામાં આવી છે. પાટીલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સમગ્ર જીવન મુખ્યમંત્રી, વડાપ્રધાન અને સંઘમાં રહીને સેવાકીય પ્રવૃત્તિઓ માટે સમર્પિત કર્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, પાર્ટી તરફથી પણ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવશે. સી. આર. પાટીલે રાજકોટવાસીઓને 'નમોત્સવ' કાર્યક્રમમાં વડાપ્રધાનનું નાટક જોવા માટે અપીલ કરી.