પારડી: મોટાવાઘછીપાના યુવકની પાર નદીના ડેમમાં મળી લાશ, આત્મહત્યાનો અનુમાન
Pardi, Valsad | Oct 7, 2025 પારડી તાલુકાના મોટાવાઘછીપા ગામના કુંભારવાડમાં રહેતા 39 વર્ષીય ભરતભાઈ સુરેશભાઈ લાડ સોમવારના રોજ સવારે પોતાની મોપેડ લઈને ઘેરથી નીકળી ગયા હતા. તેઓએ કોઈને જાણ પણ કરી નહોતી. મંગળવારે સવારે પંચલાઈ ગામની સીમમાં આવેલી પાર નદીના ડેમમાં અજાણી લાશ મળી આવી હતી.